સુશાંત સિંહ રાજપૂતની ડાયરીના 15 પેજ તેમની મોતના 58 દિવસ બાદ સામે આવ્યાં છે. આ પેજમાં તેમના સપના હતા, પોતાને તૈયાર કરવાની ઇચ્છા હતી અને કેટલીક વ્યથાઓ પણ હતી. તેમાં બોલિવૂડથી હોલિવૂડ સુધીની ફ્યૂચર પ્લાનિંગ હતું. બહેન અને ગર્લફ્રેન્ડ સાથેના સંબંધોની વાતો હતી. સુશાંતની ડાયરીમાં 2020ની પ્લાનિંગમાં સૌથી મહત્વનું તે પેજ હતું, જેમાં સુશાંતને તેવું લાગી રહ્યું હતું કે પરિવાર તેનાથી દૂર જઈ રહ્યો છે. પરિવારથી તે છૂટો પડી રહ્યો હતો. જો કે, તેમણે પ્લાનિંગ કર્યો અને લખ્યું પણ કે, તેઓ 2020માં પોતાની પ્લાનિંગમાં પરિવાર સાથે રહેશે. કોઇ તેમનાથી દૂર ના જાય તેનું ધ્યાન રાખશે. પબ્લિક લાઇફમાં સેલ્ફલેસ, કેરિંગ અને રિસ્પોન્સિબલ બનશે. આ ડાયરીના પેજની 5 મહત્વની વાતો સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ 15 પેજ પોલીસની મદદથી મીડિયા પાસે આવ્યાં છે. કહેવાઈ રહ્યું છે કે, આ પેજની મદદથી સુશાંતની પ્લાનિંગ સામે લાવવામાં આવી રહી છે. આ એક રીતે સુશાંતના પરિવારના તે આરોપોનો જવાબ છે કે જેમાં એવું કહેવાઈ રહ્યું હતું કે, સુશાંતને રિયાએ બંધક બનાવી દીધો હતો અને ફરિયાદ કર્યા બાદ પણ પોલીસે કંઇ નથી કર્યું. આ પેજમાં બહેન પ્રિયંકાનું ન...
Comments
Post a Comment